GST on Online Gaming: જીએસટી કાઉન્સિલે મંગળવાર, 11 જુલાઈએ ઑનલાઇન રિયલ-મની ગેમિંગ રેવન્યુ પર 28 ટકા ટેક્સની જાહેરાત કરી. તેના પર ઑનલાઈન ગેમિંગ કંપનીઓએ આના પર ઘણો વાંધો વ્યક્ત કર્યો છે. જો કે આજે નઝારા ટેક (Nazara tech)નું કહેવું છે કે ઑનલાઈન ગેમિંગ પર 28 ટકાના દરેતી જીએસટી લાદવાથી તેની રેવેન્યૂમાં થોડો ફરક પડશે. જ્યારે બીજી તરફ ઑલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF)ના સીઈઓ રોલેન્ડએ જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને અસંવેધાનિક, અટપટા અને ગડબડ કહ્યું છે. તેની સિવાય ગેમ્સક્રાફ્ટ ફાઉન્ડર્સના ચીફ સ્ટ્રેટેજ એડવાઈઝર અમૃત કિરણ સિંહનું માનવું છે કે ઑનલાઈન ગેમિંગ પર જરૂરતથી વધું ટેક્સ લગાવા પર ભારતીય ગેમિંગ કંપનીઓ બીજા દેશોમાં શિફ્ટ થઈ શકે છે.

