IDBI bank's plea against Zee Entertainment : NCLAT એ 31 ઓગસ્ટના રોજ IDBI બેંકની અપીલ પર Zee Entertainment (ZEEL) પાસેથી જવાબ માંગ્યો છે. IDBI બેંકે NCLTના આદેશને પડકાર્યો છે જેમાં ટ્રિબ્યુનલે ZEELની નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાને મંજૂરી આપી ન હતી. એપેલેટ ટ્રિબ્યુનલે આ મામલે ZEELને નોટિસ પાઠવીને IDBI બેંકની અપીલનો બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 11 ઓક્ટોબરે થશે. 31 ઓગસ્ટે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મુન સિંઘવીએ ઝી એન્ટરટેઈનમેન્ટનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે IDBI બેંકે કોરોના રોગચાળા દરમિયાન બેંક ગેરંટીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે સરકારે કહ્યું હતું કે 25 માર્ચ, 2020 ના રોજ અથવા તે પછી કોઈપણ ડિફોલ્ટ માટે નાદારીની પ્રક્રિયા શરૂ કરી શકાતી નથી. આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ હતો.