NOKIA CASE: ફિનલેન્ડની ટેલિકોમ કંપની નોકિયાએ ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ટેક ફર્મ એચપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નોકિયાનો આરોપ છે કે આ બંને કંપનીઓએ તેમની સ્ટ્રીમિંગ સર્વિસ અને ડિવાઇસમાં વીડિયો સંબંધિત નોકિયાની ટેક્નોલોજીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. HP વિરુદ્ધ કેસ યુએસમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ કેસ યુએસ અને ભારત સહિત 5 વૈશ્વિક અધિકારક્ષેત્રોથી સંબંધિત છે.