Paytm: મોબાઈલ પેમેન્ટ ફર્મ Paytm એ Card Soundbox લોન્ચ કર્યું છે. તેની ખાસ વાત એ છે કે આના દ્વારા દુકાનદારો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ મેળવી શકશે. અત્યાર સુધી માત્ર QR કોડ એટલે કે મોબાઈલ દ્વારા જ પેમેન્ટ કરવાની સુવિધા હતી. નવું ડિવાઇસ 995 રૂપિયાના માસિક ભાડા પર 'ટૅપ એન્ડ પે' સુવિધા સાથે કાર્ડ પેમેન્ટની પરમિશન આપશે.