ફિનટેક ફર્મ પેટીએમના શેરમાં વધતો જતો ટ્રેન્ડ ચાલુ છે અને તેને ખરીદવા માટે રેસ લાગી રહી છે. છેલ્લા બે દિવસથી સતત પેટીએમ શેરમાં અપર સર્કિટ લાગી રહી છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે Paytmની પેરન્ટ કંપની One97 Communicationના સ્ટૉકમાં શેર બજારની શરૂઆત સાથે 5 ટકાનો ઉછાળો આવ્યો. શેરમાં સતત વધારાને કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બીજી તરફ વિદેશી બ્રોકરેજ બર્નસ્ટીને તેને નવી ટારગેટ પ્રઈઝ આપી છે.