રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 4 સરકારી કંપનીઓને વિદેશી રોકાણની મોડી જાણ કરવા બદલ દંડ ફટકાર્યો છે. આ કંપનીઓમાં ONGC વિદેશ લિમિટેડ (OVL), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડ અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ ચાર કંપનીઓએ રૂપિયા 2000 કરોડની લેટ સબમિશન ફી (LSF) ચૂકવવી પડશે. મતલબ કે દરેક કંપની પર 500-500 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોએ આ માહિતી આપી છે.