રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું પાલન ન કરવા બદલ 6 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક, નાગરિક સહકારી બેંક મર્યાદિત, અંબરનાથ જયહિંદ કો-ઓપરેટિવ બેંક, ધુલે અને નંદુરબાર જિલ્લા સરકારી નોકેરાંચી સહકારી બેંક, ધ બંત્રા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને સુવર્ણયુગ સહકારી બેંકનો સમાવેશ થાય છે. આ બેંકો પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.