દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ માર્ચમાં 30.5 લાખ નવા મોબાઈલ કસ્ટમર્સ ઉમેર્યા, જ્યારે 12.2 લાખ કસ્ટમર્સએ વોડાફોન આઈડિયા છોડી દીધી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સોમવારે જાહેર કરાયેલા માર્ચ મહિનાના આંકડામાં આ માહિતી આપી હતી. આ મુજબ, માર્ચમાં 30.5 લાખ નવા કસ્ટમર્સના ઉમેરા સાથે, Jioના કસ્ટમર્સની સંખ્યા વધીને 430 મિલિયનથી વધુ થઈ ગઈ છે.