JioSpaceFibre: Reliance Jio Infocomm Limited એ JioSpaceFibreનું અનાવરણ કર્યું છે, જે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગાબીટ બ્રોડબેન્ડ સર્વિસ છે. આ દ્વારા, કંપની દુર્ગમ વિસ્તારોમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. જિયોએ 27 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં નવી સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસનું અનાવરણ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે JioSpaceFiberને સમગ્ર દેશમાં અત્યંત સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન ધરાવે છે. Jio એ કહ્યું છે કે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતા પ્રોવાઇડ કરશે, જેનાથી દેશના સૌથી દૂરના વિસ્તારોમાં પણ Jio True5G ની પહોંચ અને સ્કેલેબિલિટીમાં વધારો થશે.