શિક્ષણ ક્ષેત્રે મોટા ભાગના મોટા સ્ટાર્ટઅપ્સના વેલ્યુએશનમાં ઘટાડો થવાના સંકેતો છે. તેનું કારણ એ છે કે તેમનો ગ્રોથ ધીમો પડવાની શક્યતા છે. ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધી, આ સ્ટાર્ટઅપ્સે ખૂબ ઊંચા મૂલ્યાંકન પર ફંડ ભેગુ કર્યું હતું. આમાં ઘણા Soonicorns છે. ટૂંક સમયમાં યુનિકોર્ન બનવાની અપેક્ષા હોય તેવા સ્ટાર્ટઅપ્સને Soonicorns કહેવામાં આવે છે. ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઘણાં નાણાં ઊભા કરનારા સ્ટાર્ટઅપ્સમાં Doubtnut, Leap Scholar, Classplus અને Teachmintનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ્સે તેમની રેવન્યૂના અનેક ગણા વેલ્યુએશન પર ફંડ ભેગુ કર્યું હતું.

