Get App

અદાણી ગ્રુપે ડિસ્ક્લોઝર નિયમોનુ પાલન નહીં કર્યા હોવાનું સેબીની તપાસમાં જણાયુ

અમેરિકાની શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચે તેમના રિપોર્ટમાં અદાણી ગ્રુપ સામે જે આક્ષેપ કર્યા હતા તે પછી સેબીએ અદાણી ગ્રુપ કંપનીઓમાં તપાસ શરૂ કરી હતી. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના બજાર મૂલ્યમાં 100 અબજ ડૉલરથી અધિકનો ઘટાડો થયો હતો

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 7:48 PM
અદાણી ગ્રુપે ડિસ્ક્લોઝર નિયમોનુ પાલન નહીં કર્યા હોવાનું સેબીની તપાસમાં જણાયુઅદાણી ગ્રુપે ડિસ્ક્લોઝર નિયમોનુ પાલન નહીં કર્યા હોવાનું સેબીની તપાસમાં જણાયુ

નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ અદાણી ગ્રુપ કંપનીઓમાં સંભવિત નિયમ ઉલ્લંઘન થયા હોવાની તપાસ કરી હતી. લિસ્ટેડ એન્ટીટીઓએ ડિસ્ક્લોઝર સંબંધિત નિયમોનું પાલન નહીં કર્યા હોવાનું જણાયુ છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

અમેરિકાની શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચે તેમના રિપોર્ટમાં અદાણી ગ્રુપ સામે જે આક્ષેપ કર્યા હતા તે પછી સેબીએ અદાણી ગ્રુપ કંપનીઓમાં તપાસ શરૂ કરી હતી. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના બજાર મૂલ્યમાં 100 અબજ ડૉલરથી અધિકનો ઘટાડો થયો હતો.

અદાણી ગ્રુપે જાન્યુઆરીમાં જ કહ્યું હતું કે તેમણે કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યુ નથી. જ્યારે સૂત્રોએ કહ્યું કે અમૂક ટેકનિકલ ખામીઓ જણાઈ છે અને તેમાં નાણાકીય દંડ થાય એવી શક્યતા પણ ઓછી છે. હવે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં અદાણી ગ્રુપની સુનાવણી થવાની છે.

જોકે, સેબી સુનાવણી પહેલા જાહેરમાં કોઈ માહિતી પુરી પાડશે એવી શક્યતા ઓછી છે. સોમવારે પણ નિયામકે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ગયા શુક્રવારે સેબીએ સુપ્રિમ કોર્ટને કહ્યું હતું કે અદાણી ગ્રુપમાં તપાસ પુરી થવામાં છે અને અમૂક રિલેટેડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન્સમાં ડિસ્ક્લોઝિંગ નિયમોનું ઉલ્લંઘન થયુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો