Tower Semiconductor: સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતને મોટી સફળતા મળી શકે છે. ઇઝરાયેલની પોપ્યુલર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની Towerએ દેશમાં 8 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે. જો આ પ્લાન્ટ બનાવવામાં સફળતા મળશે તો સરકારને મોટી રાહત મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાંબા સમયથી દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે સરકારે ડિસેમ્બર 2021માં 10 બિલિયન ડૉલરની સ્કીમની પણ જાહેરાત કરી હતી.