TATA MOTORS : જો તમે ટાટા મોટર્સ પાસેથી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. હા, તમે 17મી જુલાઈ પહેલા તમારી ડ્રીમ કાર ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શકો છો. કારણ કે, 17 જુલાઈથી, ટાટા મોટર્સ તેના પેસેન્જર વ્હીકલના તમામ મોડલ અને વેરિઅન્ટની કિંમતોમાં ધરખમ વધારો કરશે. ટાટા મોટર્સ 17 જુલાઈથી પેસેન્જર વ્હીકલના ભાવ વધારશે. આ વધારો કંપનીના તમામ મોડલ અને વેરિઅન્ટ પર લાગુ થશે.