દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની Tata Consultancy Services (TCS) ને ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL તરફથી 15000 કરોડ રૂપિયાનો જંગી ઓર્ડર મળ્યો છે. BSNL દેશમાં 4G લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે કંપનીએ TCS-ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ઓર્ડર આપ્યો છે. આ સોદો ભારતના સૌથી મોટા સોફ્ટવેર એક્સપોર્ટરને એવા સમયે મદદ કરશે જ્યારે યુએસ અને યુરોપ જેવા તેના મુખ્ય બજારો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે. TCS એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને BSNL તરફથી 15,000 કરોડ રૂપિયાનો 'એડવાન્સ પરચેઝ ઓર્ડર' (APO) મળ્યો છે.