Get App

UPI Transactions: આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો કેવી પડશે તમારા ખિસ્સા પર અસર

Online Payment: દેશમાં UPIની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજથી જ્યારે એક નવું વર્ષ એટલે કે 2024ની શરૂઆત થયું છે, જ્યારે યૂપીઆઈના એક નિયમમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2024 પર 2:35 PM
UPI Transactions: આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો કેવી પડશે તમારા ખિસ્સા પર અસરUPI Transactions: આજથી બદલાઈ ગયા UPIના આ નિયમો, જાણો કેવી પડશે તમારા ખિસ્સા પર અસર

દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2016માં યુપીઆઈ લૉન્ચ કરવામાં આવ્યું હતું. યુપીઆઈના આવ્યા બાદ ઑનલાઈન પેમેન્ટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

યુપીઆઈના વિસ્તાર કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ઘણી જાહેરાતો કરી છે. આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2024થી યુપીઆઈમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારની સૂચના આરબીઆઈએ ગયા મહિને ડિસેમ્બરમાં આપી હતી.

યુપીઆઈ અકાઉન્ટ થશે ફ્રીઝ

નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ Google Pay, Paytm, PhonePe વગેરે જેવી પેમેન્ટ એપ્સ અને તેવા અકાઉન્ટને નિષ્કિય કરવા માટે કહ્યું જે અકાઉન્ટ અથવા આઈડી એક વર્ષથી વધું સમયથી ઉપયોગ નહીં થઈ રહી. તેનું અર્થ છે કે જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી યુપીઆઈ એપ્સનો ઉપયોગ નથી કરતા, તો તમારું એકાઉન્ટ પણ નિષ્ક્રિય થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો