યુએસમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યા ગયા અઠવાડિયે ઓક્ટોબર 2021 પછીના હાઈ લેવલે પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે કંપનીઓ મંદીના ડરથી તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 3 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ 2,61,000 લોકોએ બેરોજગારી લાભો માટે અરજી કરી હતી. આ તેના પાછલા સપ્તાહ કરતાં 28,000 વધુ છે. જુલાઈ 2021 પછી એક સપ્તાહમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં આ સૌથી મોટો વધારો છે.