Zerodha Mutual Funds: દેશની સૌથી નવી મ્યુચ્યુઅલ ફંડ કંપની, ઝેરોધા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (Zerodha Asset Management Ltd) તેની પ્રથમ બે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ શરૂ કરવા માટે તૈયાર છે. ઝેરોધાને બજાર નિયામક સેબી (SEBI) દ્વારા લગભગ એક મહિના પહેલા મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds Scheme) બિઝનેસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીએ હવે 2 યોજનાઓ શરૂ કરવા માટે સેબીને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા છે.