Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

નેચરલ ગેસમાં આજે ઘટાડો આવ્યો છે. સાડા છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2023 પર 5:55 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

ક્રૂડમાં આજે ઉછાળા સાથે કારોબાર છે. ગયા સપ્તાહની 5 ટકાની તેજી બાદ આ સપ્તાહે ફરી એકવાર તેજી સાથે બ્રેન્ટ 87 ડોલરને પાર રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને ચીન દ્વારા અર્થતંત્ર ફરી શરૂ કરવાની વાત કરતા માગ વધવાની આશાએ ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે એમસીએક્સ પર પણ ઉછાળો જોવા મળ્યો છે.

નેચરલ ગેસમાં આજે ઘટાડો આવ્યો છે. સાડા છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે સોનામાં કોમેક્સ પર દબાણ છે. ગયા સપ્તાહે સોનાની કિંમતો 2.4 ટકા જેટલી વધી હતી. પણ સાથે જ સ્થાનિક બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાની કિંમત 54 હજારને પાર પહોંચતી જોવા મળી છે. એમસીએક્સ પર સોનાના ભાવ આજે 8 મહિનાની ઉંચાઈ પર જોવા મળી રહ્યા છે.

ચાંદીમાં આજે સ્થાનિક બજારમાં પણ ઉછાળો છે. આજે ચાંદી 66800ની નજીક કરાબોર કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો