Get App

કોમોડિટી બજાર: કોપરમાં તેજી સાથે કારોબાર

નેચરલ ગેસમાં પણ સારી આવી તેજી આવી છે. આજે નેચરલ ગેસના ભાવ 4 ટકા કરતા વધુ વધ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2020 પર 6:28 PM
કોમોડિટી બજાર: કોપરમાં તેજી સાથે કારોબારકોમોડિટી બજાર: કોપરમાં તેજી સાથે કારોબાર

બેઝ મેટલ્સમાં પણ આજે તેજી છે. સ્ટીમ્યુલસ મળે તેવી આશાથી તમામ બેઝ મેટલ્સમાં તેજી આવી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા હોવાથી નિકલમાં ઉછાળો છે. કોપરમાં પણ અડધા ટકાની છે.

ક્રૂડ ઓઈલમાં આજે સારી તેજી આવી છે. ગઈકાલના ચાર ટકાના ઉછાળા બાદ આજે ફરી 3 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગઈકાલે 50 ડોલરની નજીક પહોંચી ગયેલા બ્રેન્ટના ભાવ આજે 53 ડોલરની ઉપર પહોંચી ગયા છે. રશિયાએ પણ હવે OPECના ઉત્પાદન કપામાં સાથ આપવાની હા પાડી દીધી છે, તેથી જ ઉત્પાદન કાપ વધુ આવી શકે એવી આશા છે. ઉપરથી ફેબ્રુઆરીમાં OPEC દ્વારા ક્રૂડનું ઉત્પાદન દાયકાના નીમ્ન સ્તરે રહ્યું હતું.

નેચરલ ગેસમાં પણ સારી આવી તેજી આવી છે. આજે નેચરલ ગેસના ભાવ 4 ટકા કરતા વધુ વધ્યા છે.

NCDEX પરની તમામ એગ્રી કોમોડિટી આજે લીલા નિશાનમાં કારોબાર કરી રહી છે. આજે ગુવાર ગમ, ગુવાર સીડ અને કપાસિયા ખોળમાં અપર સર્કિટ લાગી છે. ત્રણેય કોમોડિટીમાં છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા ઘટાડાને પગલે આજે ફરી ખરીદી આવી હતી અને ચાર ટકા ભાવ વધી ગયા છે. ચણાં, એરંડા, ધાણાં, જીરા અને હળદરમાં આજે તેજી છે. સોયાતેલ અને સોયાબીનમાં પણ 2 અને દોઢ ટકાની અનુક્રમે તેજી છે. એમસીએક્સ પરની એગ્રી કોમોડિટીમાં CPO મેન્થા અને કોટનમાં પણ ઉછાળો આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો