Get App

કોમોડિટી રિપોર્ટ: ભારતમાં કોટનની આયાત વધતી હતી

ખરાબ હવામાનને કારણે ટૂંકાગાળે આવક ઘટશે. કોરોના વાયરસની પણ ઘણી એગ્રી કોમોડિટીને અસર છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 07, 2020 પર 1:51 PM
કોમોડિટી રિપોર્ટ: ભારતમાં કોટનની આયાત વધતી હતીકોમોડિટી રિપોર્ટ: ભારતમાં કોટનની આયાત વધતી હતી

રવિ પાકને કમોસમી વરસાદ નડ્યો રહ્યો છે. મસાલા અને કોટનના ઊભા પાકને નુકસાન છે. અનાજ અને કઠોળના ઊભા પાકને નુકસાન થયો છે. ખરાબ વાતાવરણને કારણે રવિ પાક અંગે ચિંતા છે. કોટન જેવા પાક માટે આયાત સૌથી મોટો પ્રશ્ન છે. તેલિબિયા, અનાજ અને મસાલાની આવક મુખ્ય ચિંતા છે.

ખરાબ હવામાનને કારણે ટૂંકાગાળે આવક ઘટશે. કોરોના વાયરસની પણ ઘણી એગ્રી કોમોડિટીને અસર છે. તેલિબિયા, ખાદ્ય તેલ અને કોટનને વધારે અસર છે. NAFED સ્પોટ માર્કેટમાં ઘણું સક્રિયે છે. NFAFEDએ ચણા અને તેલિબિયા ઓપન માર્કેટ માંથી લીધા છે.

રૂપિયાની નરમાશને લીધે ખાદ્યતેલોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વૈશ્વિક ટ્રેડ પ્રવૃત્તિઓને કારણે પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. રાજસ્થાનમાં રાયડાના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયો છે. રાયડામાં ફ્યુચર્સના ભાવમાં વધારો આવ્યો છે. ભારતમાં રાયડાનું ઉત્પાદન 7.8m ટન રહ્યું છે. જાન્યુઆરીમાં સોયામીલની નિકાસ ઘટીને 6107 ટન રહી છે.

સોયાબિનના ઉત્પાદનનું અનુમાન વધીને 13.6m ટન છે. ઓઈલ મીલની નિકાસ જાન્યુઆરીમાં 78% ઘટી છે. એરંડાનું 2m ટનનું ઉત્પાદનનું અનુમાન છે. એરંડાની નિકાસ જાન્યુઆરીમાં 6% ઘટી છે. ચીનમાં ઓછી માગ રહેતા એરંડાની નિકાસ ઘટી છે. મલેશિયાથી CPOની આયાત 13% ઘટી છે.

જીરાનું ઉત્પાદન ગુજરાતમાં 56% વધ્યું છે. હળદરનું ઉત્પાદન 3.05 લાખ ટન રહેવાની આશા છે. તેલંગાણા સરકારે ઉત્પાદનનું આપ્યું અનુમાન છે. ધાણાનું ઉત્પાદન 7.62 લાખ ટન રહ્યું છે. જીરા અને ધાણાની મંડીમાં આવક શરૂ થઈ છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ફોકસમાં છે. મસાલાની મોટા ભાગે નિકાસ થાય છે. કોરોનાને કારણે એક્સપોર્ટની માગ ઘટી છે.

ICRAએ કોટન માટે નેગેટિવ આઉટલૂક આપ્યો છે. કોરોનાને કારણે યાર્નની નિકાસમાં ઘટાડો છે. ભારતમાં કોટનની આયાત વધતી હતી. સસ્તી આયાત થતી હોવાથી થતો વધારો હતો. USDAનું 2019-20 માટે 82.12m ઘાંસડીનું અનુમાન છે. વૈશ્વિક સ્ટોકનું 82.12m ઘાંસડીનું અનુમાન છે.

ચીનમાં કોટનના વપરાશમાં ઘટાડો થયો છે. ગયા મહિનાની સામે 37.5 m ઘાંસડી પર પહોંચ્યું છે. CCIને 6.5-7M ઘાંસડી ખરીદવા ઈચ્છે છે. CCIનું 354.5 લાખ ઘાંસડીના ઉત્પાદનનું અનુમાન છે. 13.6 ટકા વધુ ઉત્પાદન થવાનું અનુમાન છે. કોટન અને યાર્નના ભાવ 10% ઘટ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો