ફેડના વ્યાજ દરમાં ઘટાડાના નિર્ણયની સોના પર પોઝિટીવ અસર જોવા મળતા, સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં ₹41137ની આસપાસના સ્તર જોવા મળ્યા, વાસ્તવમાં ફેડનો દર કાપનો નિર્ણય બજારમાં અનિશ્ચિતતા દર્શાવે છે જેની અસર સોનાની કિંમતો પર જોવા મળી.
વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં હલ્કી રિકવરી જોવા મળી, જોકે ભાવ હજુ પણ 17 ડૉલરની પાસે દેખાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ દબાણ જોવા મળી રહ્યો છે.
LME પર મોટાભાગની મેટલ્સ કિંમતો માં ઘટાડો જોવા મળ્યો, પણ ફેડના વ્યાજ દરમાં કાપના નિર્ણયથી સાઘારણ ઘટાડો નોંધાયો, સ્થાનિક બજારમાં નિકલની કિંમતો માં સૌથી વધારે એક ટકાનું દબાણ રહ્યું, તો બાકી મેટલ્સમાં પણ નરમાશ જોવા મળી રહી છે.
કોરોના સંકટના કારણે ક્રૂડ ઓઈલની માગ પર અસર રહેતા કાચા તેલમાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં કિંમતો લભગ 2 ટકા તૂટી, તો બ્રેન્ટમાં 3 ટકાના ઘટાડા સાથે 32 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, સાથે જ NYMEX ક્રૂડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, તો આ વર્ષમાં હાલ સુધી ક્રૂડ ઓઈલમાં 50%નો ઘટાડો નોંધાયો.
MCX પર નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 2 ટકાનો ઘટાડો રહેતા 136ના સ્તરે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, એરંડામાં એક ટકાનું દબાણ રહ્યું, ચણામાં પણ ઘટાડો રહ્યો, તો મસાલા પેકમાં ધાણામાં 3 ટકાનો ઘટાડો છે, હળદરમાં પણ નરમાશ છે, પણ રાઈમાં તેજી દેખાઈ રહી છે, પણ ગુવાર પેકમાં લગભગ 3 ટકાની નરમાશ રહી, સાથે જ સોયાબિનમાં પણ દબાણ છે, પણ સોયા ઓઈલમાં સારી રિકવરી દેખાઈ રહી છે.