ગઈકાલે આવેલા સોનામાં ઘટાડા બાદ આજે સામાન્ય ઉછાળો છે. સોનામાં નીચલા સ્તરેથી રિકવરી આવી છે. કોમેક્સ પર સોનું 1500 ડોલરની આસપાસ કારોબાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોનું ગઈકાલે 3 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાના ભયને કારણે હાલ રોકાણકારો પોતાના હાથમાં રોકડ રાખવા માગતા હોવાથી આ વેચવાલી આવી છે.
ચાંદીની વાત કરીએ તો, ચાંદીની કિંમતો 11 વર્ષના નીચલા સ્તરે પહોચી ગઈ છે. 2008ની બાદ બધી તેજી ધોવાઈ ગઈ છે. આ વર્ષે ચાંદીની કિેંમતમાં 28% નો ઘટાડો પણ જોવા મળ્યો.
બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. નિકલમાં આજે નીચલા સ્તરેથી રિકવરી આવી છે અને ફરી એકવાર ભાવ 900ની ઉપર પહોંચી ગયા છે. કોપરમાં પણ સામાન્ય તેજી સાથે કારોબાર છે. તો સામે લેડ, એલ્યુમિનિયમ અને ઝિંકમાં ઘટાડો છે.
વિવિધ દેશોમાં યાત્રા અને ટ્રેડ પર લાગેલા પ્રતિબંધથી ક્રૂડના ભાવ 30 ડોલરની આસપાસ છે.. ગઈકાલે 10%ના ઘટાડા બાદ આજે બે ટકાની તેજી છે.. બ્રેન્ટ અને wti બન્નેમાં 30 ડોલરની ઉપર છે. mcx પર પણ પણ ત્રણ ટકાના ઉછાલા સાથે ભાવ 2200ની ઉપર છે.. આ વર્ષમાં ક્રૂડ 53% જેટલું ગગડી પડ્યું છે.
MCX પર નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 2 ટકાનો ઘટાડો રહેતા 136ના સ્તરે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો, ગઈકાલની તેજી ઘોવાતા એરંડામાં એક ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે ક્રૂડમાં દબાણની અસર રહેતા ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી રહી છે, જ્યારે મસાલા પેકમાં ધાણા અને હળદરમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.