સ્માર્ટફોન મેકર કંપની OPPOએ Oppo Reno 3 Pro ને આજે ભારતમાં લૉન્ચ કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત છે તેનો 44 મેગાપિક્સલ ડ્યુઅલ સેલ્ફી કેમેરા. સાથે જ આના રિયરમાં તમને 64 મેગાપિક્સલ પ્રાઇમરી, 13 મેગાપિક્લસ ટેલિફોટો, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર સહિત 4 કેમેરા સેટઅપ મળશે. આ ફોનમાં તમને વીડિયો બોકેહ મોડની સુવિધા પણ આપવામાં આવી છે. કંપનીએ આ ફોનને 8GB રેમ, 128GB સ્ટોરેજ અને 8GB રેમ, 256 GB સ્ટોરેજ સાથે 2 વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે. Oppo Reno 3 Proની કિંમત 30,000 રૂપિયાથી લઇને 33000 રૂપિયાની વચ્ચે છે.