Get App

કંપનીનું પ્રિમીયમ સેગમેન્ટનું પ્રદર્શન સારૂ રહ્યું: ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝ

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝનો નફો 45 ટકા વધીને 29 કરોડ રૂપિયા થઇ ગયો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 11, 2020 પર 1:14 PM
કંપનીનું પ્રિમીયમ સેગમેન્ટનું પ્રદર્શન સારૂ રહ્યું: ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝકંપનીનું પ્રિમીયમ સેગમેન્ટનું પ્રદર્શન સારૂ રહ્યું: ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝ

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝનો નફો 45 ટકા વધીને 29 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝનો નફો 20 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝની આવક 14 ટકા વધીને 358 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝની આવક 314 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝના એબિટડા 41 કરોડ રૂપિયાથી વધીને 55 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 13.1 ટકાથી વધીને 15.3 ટકા રહી છે.

પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ગ્રીનલૅમ ઇન્ડસ્ટ્રીઝના સીએફઓ, અશોક શર્માએ કહ્યું છે કે કંપનીએ ક્વાર્ટર 3 માં મજબૂત પરિણામ રજૂ કર્યા છે. કંપનીના પરિણામમાં ગત ક્વાર્ટર કરતા ખાસ બદલાવ જોવા નથી મળ્યો. કંપનીના પ્રિમીયમ સેગમેન્ટનું પ્રદર્શન વધુ સારૂ રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો