Get App

Adani Energy Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 46 ટકા વધ્યો, આવક 11.54 ટકા વધી

Adani Energy Q2 Result: જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 46 ટકાથી વધીને 284.09 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 194.47 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2023 પર 7:03 PM
Adani Energy Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 46 ટકા વધ્યો, આવક 11.54 ટકા વધીAdani Energy Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 46 ટકા વધ્યો, આવક 11.54 ટકા વધી

Adani Energy Q2 Result: અદાણી એનર્જી સૉલ્યૂશને હાજર નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 46 ટકાથી વધીને 284.09 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 194.47 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જ્યારે, ગયા ક્વાર્ટરમાં 181.98 કરોડની સરખામણીમાં નેટ પ્રોફિટ 56.11 ટકા વધું રહી છે. કંપનીએ બજાર બંધ થયા બાદ પરિણામ રજૂ કર્યા છે. આ વચ્ચે, આજે 6 નવેમ્બરે કંપનીના શેર 1.24 ટકાના વધારા સાથે 775 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2024માં કંપનીની કુલ આવક 3766.46 કરોડ રૂપિયા રહી છે, જે વર્ષના આધાર પર 3376.57 કરોડ રૂપિયાની સરખામણીમાં 11.54 ટકાથી વધું રહ્યું છે. ક્વાર્ટરના આધાર પર કુલ આવક 0.15 ટકા ઓચી રહી છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2024 માં તે 3772.25 કરોડ રૂપિયા હતી. કંપનીનું Q2FY2024માં રેવેન્યૂ 15 ટકા વધીને 3497 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Ebitda વર્ષના આધાર પર 6 ટકાથી વધીને 1443 કરોડ રૂપિયા થઈ રહી છે. 30 સપ્ટેમ્બર સુધી કંપની પર 290 અરબ રૂપિયાના કંસોલિડેટેડ નેટ લોન છે.

કંપનીનું ટ્રાસમિશન કારોબારથી રેવેન્યૂ નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં 17 ટકા વધીને 1017.35 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ સમય ગાળામાં જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન કારોબારથી કંપનીની આવક 14 ટકા વધીને 2479.65 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો