Adani Green Q1 Result :અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીને FY24 ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 51 ટકા વધીને રૂ. 323 કરોડ થયો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 214 કરોડનો નફો નોંધાવ્યો હતો. આ સિવાય કંપનીની આવકમાં 33 ટકાનો ઉછાળો આવ્યો છે. એપ્રિલ-જૂન સમયગાળામાં કામગીરીમાંથી આવક 33 ટકા વધીને રૂ. 2176 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1635 કરોડ હતી.