દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની અંબુજા સિમેન્ટ્સ (Ambuja cement), ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝ (SIL)ને અધિગ્રહણ કરશે. અદાણી ગ્રુપના માલિકાના હક વાળી આ સિમેન્ટ કંપની, સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં 56.74 ટકા હિસ્સો ખરીદશે. કંપની આ હિસ્સો સંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર રવિ સાંઘી અને તેમના પરિવાર પાસેથી 114.22 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદશે. તે મુજબ આ ડીલની વેલ્યૂએશન 5,000 કરોડ રૂપિયા છે.