એલટીઆઈમાઇન્ડટ્રીના સીએફઓ, વિનિત તેરેદેસાઈનું કહેવું છે કે પહેલા ત્રિમાસિકનું પ્રદર્શન અનુમાન મુજબ રહ્યું છે. અમુક પ્રોજેક્ટ પુરા થવામાં વિલંબના કારણે પરિણામ પર અસર રહી છે. પહેલા ત્રિમાસિકમાં કંપનીનો ઓર્ડર ઇનફ્લો ઘણો સારો રહ્યો છે. ત્રીજા ત્રિમાસિક સુધી અટકેલા પ્રોજેક્ટનું કામ શરૂ થવાની અપેક્ષા છે.