Get App

Bandhan Bank Q3 Results: નફો બે ગણો કરતાં વધું વધ્યો, વ્યાજ આવક 21 ટકા વધી

નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો વધ્યો છે. જ્યારે 290.6 કરોડ રૂપિયાથી વધીને 732.7 કરોડ રૂપિયા પર પહોંચ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 09, 2024 પર 5:13 PM
Bandhan Bank Q3 Results: નફો બે ગણો કરતાં વધું વધ્યો, વ્યાજ આવક 21 ટકા વધીBandhan Bank Q3 Results: નફો બે ગણો કરતાં વધું વધ્યો, વ્યાજ આવક 21 ટકા વધી

બેન્કે શુક્રવારે બજાર બંધ થયા બાદ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો વધ્યો છે. જ્યારે 290.6 કરોડ રૂપિયાથી વધીને 732.7 કરોડ રૂપિયા પર પહોંચ છે. જોકે, બજારને તે વધીને 789.3 કરોડ રૂપિયા થવાની અપેક્ષા હતી.

એનઆઈઆઈ એટલે કે વ્યાજથી આવક 2,080.4 કરોડથી વધીને 2,525.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 21 ટકાનો વધારો થયો છે. બજારને તે વધીને 2,542.6 કરોડ રૂપિયા થવાની અપેક્ષા હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એટલે કે નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 7.32 ટકાથી ઘટીને 7.02 ટકા પર રહી છે. નેટ એનપીએ 2.32 ટકાથી ઘટીને 2.21 ટકા પર આવી ગઈ છે.

બંધન બેન્કના શેરનું પ્રદર્શન શુક્રવારે શેર એક ટકા વધીને 216 રૂપિયના ભાવ પર બંધ થયો હતો. તે એક સપ્તાહમાં 3 ટકા, એક વર્ષમાં 10 ટકા ઘટ્યો છે. તે ત્રણ વર્ષમાં 34 ટકા ઘટ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો