Bank of Baroda Q3 results: પબ્લિક સેક્ટરના લેન્ડર બેન્ક ઑફ બરોડાએ આજે 31 જાન્યુઆરીએ નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજૂ કર્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 18.9 ટકાથી વધીને 4,579.33 કરોડ રૂપિયા પર રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 3,852.7 કરોડ રૂપિયાનો નફો થયો હતો. પરિણામો વચ્ચે બેન્કના શેરોમાં 5 ટકાનો જોરદાર વધારો આવ્યો છે. આ સ્ટૉક 249.35 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે.