Bharti Airtel Q1 Result: દિગ્ગજ ટેલિકૉમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel)એ FY24ના પહેલા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એરટેલનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 1,612 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 1,607 કરોડ રૂપિયા હતો. એટલે કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ લગભગ ફ્લેટ રહ્યો છે. કંપનીએ જૂન ક્વાર્ટરમાં એક્સપર્ટનું અનુમાનથી નબળો પ્રદર્શન કર્યો છે.