Get App

બજેટની જાહેરાત બાદ BPCL ના સ્ટૉકમાં આવ્યો ઉછાળો, 11% સુધી વધ્યો

બીપીસીએલના શેર છેલ્લા એક વર્ષમાં આશરે 35 ટકા વધ્યા છે. ડિસેમ્બર 2023 ના છેલ્લે કંપનીમાં સરકારની ભાગીદારી 52.98 ટકા હતી. ત્યારે 46.71 ટકા ભાગીદારી પબ્લીકની પાસે હતી.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2024 પર 4:09 PM
બજેટની જાહેરાત બાદ BPCL ના સ્ટૉકમાં આવ્યો ઉછાળો, 11% સુધી વધ્યોબજેટની જાહેરાત બાદ BPCL ના સ્ટૉકમાં આવ્યો ઉછાળો, 11% સુધી વધ્યો
પેટ્રોલિયમ કંપની BPCL ના શેરોમાં તેજી જોવા મળી. સ્ટોક 11 ટકા સુધી વધ્યો અને 52 સપ્તાહના નવા હાઈએ પહોંચ્યો.

આજે 2 ફેબ્રુઆરીના પેટ્રોલિયમ કંપની BPCL ના શેરોમાં તેજી જોવા મળી. સ્ટોક 11 ટકા સુધી વધ્યો અને 52 સપ્તાહના નવા હાઈએ પહોંચ્યો. 01 ફેબ્રુઆરીના સંસદમાં બજેટ રજુ થવાની બાદથી જ તેલ અને ગેસ કંપનીઓના શેરોમાં તેજી છે. સવારે બીએસઈ પર બીપીસીએલના શેર વધારાની સાથે 515.90 રૂપિયા પર ખુલ્યો. દિવસમાં તેને છેલ્લા બંધ ભાવથી 10.82 ટકા સુધી તેજી દાખાડી અને 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તર 563.30 રૂપિયા પર પહોંચી ગયા. શેર માટે અપર પ્રાઈઝ બેંડ હવે 15 ટકાના વધારાની સાથે 584.50 રૂપિયા છે.

બીપીસીએલના શેર છેલ્લા એક વર્ષમાં આશરે 35 ટકા વધ્યા છે. ડિસેમ્બર 2023 ના છેલ્લે કંપનીમાં સરકારની ભાગીદારી 52.98 ટકા હતી. ત્યારે 46.71 ટકા ભાગીદારી પબ્લીકની પાસે હતી.

બજેટ ઘોષણાઓથી 01 ફેબ્રુઆરીના ઈંડિયન ઑયલ કૉરપોરેશન (IOC), BPCL, GAIL, ઑયલ ઈન્ડિયા (Oil India) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) જેવી પેટ્રોલિયમ કંપનીઓના શેરોમાં 2 ટકા સુધીની તેજી જોવાને મળી હતી. વચગાળાના બજેટ 2024 ના ડૉક્યુમેંટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચાલૂ નાણાકીય વર્ષમાં સાર્વજનિક ક્ષેત્રના ફ્યૂલ રિટેલર્સ માટે ઈક્વિટી રોકાણને લઈને કોઈ ફાળવણી નહીં દેખાડી. જો કે નાણાકીય વર્ષ 2024-25 માટે હવે 15,000 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

બજેટ 2023 માં IOC, BPCL, અને એચપીસીએલના એનર્જી ટ્રાંજિક્શન પ્રોજેક્ટ્સ તેના રોકાણને સપોર્ટ કરવા માટે 30,000 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણની ઘોષણા કરી હતી. IOC અને BPCL માં ઈક્વિટી રોકાણની યોજના રાઈટ્સ ઈશ્યૂના માધ્યમથી બનાવામાં આવી હતી. ત્યારે, HPCL માં ભંડોળ રોકાણ તેની પેરેંટ કંપની ONGC ના માઘ્યમથી કરવાની હતી. ગત વર્ષ નવેમ્બરમાં નાણાકીય મંત્રાલયે ઈક્વિટી સમર્થન અડધુ કરી દીધુ હતુ. પરંતુ તે ફાળવણી FY24 માં લાગૂ નથી કરવામાં આવ્યુ.

બધા સમાચાર

+ વધુુ વાંચો