Coca-Cola Ready to Drink Tea: કોકા-કોલા ઇન્ડિયાએ તેના ડ્રિંક્સ પોર્ટફોલિયોમાં વધુ એક પીણું ઉમેર્યું છે. આમાં કંપનીએ તૈયાર ચાનો સમાવેશ કર્યો છે. કંપનીએ હોનેશ ટીના નામથી એક પ્રોડક્ટ લોન્ચ કરી હતી અને આ પ્રોડક્ટ કંપનીની નવી બેવરેજીસ પ્રોડક્ટ છે. કંપનીએ આ પ્રોડક્ટ સાથે રેડી ટુ ડ્રિંક ટી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ બ્રાન્ડ Honestની માલિકી હેઠળ આવશે, જે કોકા-કોલા કંપનીની સબસિડિયરી છે. આ એક પ્રકારની ઓર્ગેનિક ચા હશે. આ માટે કંપનીએ કોલકાતા સ્થિત કંપની સાથે જોડાણ કર્યું છે અને આ હર્બલ ટી પ્રોડક્ટ લોન્ચ કરી છે.