Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સાડા ટકા જેટલો ઘટાડો આવતા ભાવ 238ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

MoneyControl Newsઅપડેટેડ Oct 03, 2023 પર 6:56 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સોનાની કિંમતો સતત છઠ્ઠા દિવસે ઘટતા ભાવ આશરે 7 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યાં કોમેક્સ પર 1840 ડૉલરના સ્તરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે મજબૂત ડૉલર અને USમાં વ્યાજ દર વધવાની આશંકાએ કિંમતો તૂટતી દેખાઈ, આ સાથે જ ઓક્ટોબરમાં સોનાની કિંમતોમાં આશરે 1.25 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 21 ડૉલરની આસપાસ પહોંચતા જોવા મળ્યા, તો સ્થાનિક બજારમાં 67,000ની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. બેઝ મેટલ્સ તરફથી પણ ચાંદીને સપોર્ટ ન મળતા કિંમતોમાં ઘટાડો વધ્યો.

શરૂઆતી કારોબારમાં મજબૂત ડૉલર અને નફાવસુલીના કારણે ક્રૂડની કિંમતો પર દબાણ રહ્યું. ત્રીજા ત્રિમાસિકમાં ક્રૂડની કિંમતો આશરે 30 ટકાથી વધી 10 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. ડૉલર ઇન્ડેક્સની આગળ ચાલ માટે આજે બજારની નજર રિઝર્વ બેન્ક ઑફ ઓસ્ટ્રેલિયાની પૉલિસી પર રહેશે, તો તુર્કીના ઉર્જા પ્રધાનના જણાવ્યા મુજબ આ સપ્તાહથી ઇરાકથી આવતી પાઈપલાઈન જે છ મહિનાથી બંધ છે, તે ફરી શરૂ કરવામાં આવશે. આ સાથે જ આવતીકાલે થનાર OPEC+ની બેઠક પર પણ બજારની નજર છે, જ્યાં તુર્કી તરફથી વધુ સપ્લાય અપેક્ષિત છે, તો સાઉદી અરબ પોતાના આઉટપુટમાં કાપ કરે તેવા સંકેતો બની રહ્યા છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સાડા ટકા જેટલો ઘટાડો આવતા ભાવ 238ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

બધા સમાચાર

+ વધુુ વાંચો