Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

તો નેચરલ ગેસમાં શરૂઆતી તેજી ઘટતા કિંમતોમાં દબાણ જોવા મળ્યું. નજર કરી કિંમતો પર તો સ્થાનિક બજારમાં અડધા ટકાના ઘટાડા સાથે 211ની નજીક પહોંચ્યો.

MoneyControl Newsઅપડેટેડ Aug 02, 2023 પર 6:44 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

તો ડૉલર ઇન્ડેક્સમાં દબાણ હોવા છતા સોનામાં નીચલા સ્તરેથી રિકવરી આવતા જોવા મળી. જ્યાં સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધારેની તેજી જોવા મળી. તો કોમેક્સ પર ભાવ 1953ના સ્તરની નજીક જોવા મળ્યો છે.

નજર કરીએ ચાંદી પર તો સોનાના પગલે ચાંદીમાં પણ રિકવરી આવતા કોમેકસ પર ચાંદીમાં અડધા ટકાની તેજી જોવા મળી છે. તો સ્થાનિક બજારમાં ચાંદીમાં સારી એવી એક ટકાથી વધારેની તેજી જોવા મળી છે.

તો ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી હોવા છતા ક્રૂડની તેજીનો ટ્રેડ યથાવત્ છે. બ્રેન્ટનો ભાવ લગભગ એક ટકાની તેજી સાથે 85.50 ડૉલરને પાર પહોંચ્યો તો નાયમેક્સ ક્રૂડમાં પણ પોણા ટકાની તેજી દેખાઇ રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના કોન્ટ્રાક્ટમાં થયેલા વધારાના કારણે પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

તો નેચરલ ગેસમાં શરૂઆતી તેજી ઘટતા કિંમતોમાં દબાણ જોવા મળ્યું. નજર કરી કિંમતો પર તો સ્થાનિક બજારમાં અડધા ટકાના ઘટાડા સાથે 211ની નજીક પહોંચ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો