Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

તો નેચરલ ગેસમાં પણ આજે દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં ભાવ બે ટકાથી વધારે ઘટીને 186 ની નજીક જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2023 પર 6:34 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

તો વૈશ્વિક બજારમાં સોનામાં આજે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધારેના દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો. માર્કેટના રોકાણકારો US ફડરલ રિઝર્વ મોનેટરી પોલિસી માટેના સંકેતો માટે હવે આવતીકાલે આવનારા USના નોન-ફાર્મ પેરોલ ડેટાની રાહ જોઇ રહ્યાં છે.

તો સોનાના પગલે ચાંદીમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જેમાં સ્થાનિક બજારમાં ચાંદીમાં અડધા ટકાના દબાણ સાથે 71687ના સ્તરની નજીક કારોબાર જોવા મળ્યો. તો વૈશ્વિક સ્તરે મામુલી તેજી સાથે ભાવ 23.5 ડૉલરની નજીક જોવા મળ્યો.

વાત કરીએ ક્રૂડની તો ક્રૂડમાં દબાણ આજે પણ યથાવત્ રહ્યું. સ્થાનિક બજારમાં ક્રૂડમાં દોઢ ટકાથી વધારેનું દબાણ જોવા મળ્યું. તો શરૂઆતી કારોબારમાં NYMEX અને બ્રેન્ટ મામુલી તેજી જોવા મળી હતી પરંતુ ત્યાંથી દબાણ આવતા અંતે બ્રેન્ટનો ભાવ 72.50 ડૉલરની નીચે પહોંચ્યો.

તો નેચરલ ગેસમાં પણ આજે દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં ભાવ બે ટકાથી વધારે ઘટીને 186 ની નજીક જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો