અશોક લેલેન્ડના એલસીવી, ઇન્ટરનેશનલ ઓપરેશન્સ, ડિફેન્સ એન્ડ પાવર સોલ્યુશન્સના પ્રેસિડેન્ટ, અમનદીપ સિંહનું કહેવું છે કે કંપની ફિલ્ડ આર્ટિલરી ટ્રેક્ટર (FAT 4x4) કંપની સપ્લાઈ કરશે. આત્મનિર્ભર ભારત હેઠળ GTV 6x6ને ભારતમાં મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ. આ વર્ષમાં ચોથા ભાગનો ઑર્ડર સપ્લાઈ કરવાની યોજના છે. હાલમાં 1200 કરોડ રૂપિયાનો ઑર્ડર કંપની પાસે છે. કંપનીની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઘણી જ મજબૂત છે. આવનારા સમયમાં કંપનીને હજુ વધુ ઑર્ડર મળવાની અપેક્ષા બની રહી છે.