Get App

આવનારા ક્વાર્ટરમાં કંપનીનો સારો ગ્રોથ જોવા મળશે, ભારતમાં પણ ડિમાન્ડ સારી: યુનિપાર્ટ્સ ઈન્ડિયા

ગ્લોબલ સ્તરે ગ્રાહકો વધાર્યા છે. સાઉથ કોરિયામાં અન્ય ઓઈએમ ગ્રાહકો ઉમેર્યા છે. નવા ગ્રાહકો તરીકે નોર્થ યૂએસમાં ફાર્મ મશીનરી અને એસેસરીઝ માટે બીજા સૌથી મોટા રિટેલ સ્ટોર ગ્રુપમાં સમાવેશ થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2023 પર 2:20 PM
આવનારા ક્વાર્ટરમાં કંપનીનો સારો ગ્રોથ જોવા મળશે, ભારતમાં પણ ડિમાન્ડ સારી: યુનિપાર્ટ્સ ઈન્ડિયાઆવનારા ક્વાર્ટરમાં કંપનીનો સારો ગ્રોથ જોવા મળશે, ભારતમાં પણ ડિમાન્ડ સારી: યુનિપાર્ટ્સ ઈન્ડિયા

યુનિપાર્ટ્સ ઈન્ડિયાના સીએણડી, ગુરદીપ સોનીનું કહેવું છે કે કંપનીનો બિઝનેસ કન્સ્ટ્રક્શનની મશીનરી બનાવવાનો છે. યુરોપ અને યૂએસમાં 85 ટકા બિઝનેસ છે. એગ્રીક્લચર માટે મશીનરી બનાવવાનો છે. યુરોપ અને યૂએસમાં કન્સ્ટ્રક્શન મશીનરી બિઝનેસમાં મજબૂતી જોવા મળી રહી છે. આવનારા ક્વાર્ટરમાં કંપનીનો સારો ગ્રોથ જોવા મળશે.

ગુરદીપ સોનીએ આગળ કહ્યું છે મોનસૂનની અસર બિઝનેસ પર જોવા મળશે. યુરોપ અને યૂએસ બિઝનેસમાં અલ-નીનોની અસર જોવા નહીં મળે. હાલમાં ભારતમાં પણ બિઝનેસ ગ્રોથ મજબૂત જોવા મળી રહી છે. ભારતમાં પણ ડિમાન્ડ સારી જોવા મળી રહી છે. 7 વર્ષમાં કુલ 200 કરોડ રૂપિયાનું રોકાણ મશીનરી બિઝનેસમાં કરીશું.

ગુરદીપ સોનીના મતે સાઉથ કોરિયામાં કુલ 3 ગ્રાહકો ઉમેર્યા છે. કોરિયામાં સપ્ટેમ્બરમાં કોરિયામાં મશીનરી અક્સપોર્ટ થઈ જશે. નવા બે ગ્રાહકો જોડ્યા છે જેમાં એક સાઉથ કોરિયામાં છે. સાયકલોનની અસક પણ કંપની પર પોઝિટીવ રહી છે. કંપનીની 75-78 ટકાની ક્ષમતા ધરાવે છે. કંપની 72 કરોડ રૂપિયા કેપેક્સની યોજના છે. ગ્લોબલ સ્તરે ગ્રાહકો વધાર્યા છે. સાઉથ કોરિયામાં અન્ય ઓઈએમ ગ્રાહકો ઉમેર્યા છે.

ગુરદીપ સોનીના અનુસાર નવા ગ્રાહકો તરીકે નોર્થ યૂએસમાં ફાર્મ મશીનરી અને એસેસરીઝ માટે બીજા સૌથી મોટા રિટેલ સ્ટોર ગ્રુપમાં સમાવેશ થઈ રહ્યો છે. યુટિલિટી ટેરેન વ્હીકલ (UTV) માટે 3-પોઇન્ટ લિન્કેજ સોલ્યુશન ડેવલપ થઈ રહી છે. હાલમાં ઈન્ડિયન માર્કેટમાં પણ ડિમાન્ડ સારી ચાલી રહી છે. આ માર્કેટ સાઈઝ 200 મિલિયન ડૉલરનું માર્કેટ સાઈઝ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો