Dr Reddy’s Q1 Results: દેશની દિગ્ગ્જ ફાર્મા કંપની ડો રેડ્ડી (Dr Reddy’s)એ 26 જુલાઈએ નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજૂ કરી દીધા છે. 30 જૂન, 2023એ સમાપ્ત થયા પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 18.1 ટકાના વધારા સાથે 1402.5 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીને 1187.6 કરોડ રૂપિયાનો નફો થયા હતો. પહેલા કાવર્ટરમાં કંપનીના નફાના આંકડા બજારનો અનુમાનથી પણ વધું રહ્યા છે. બજારના જાણકારોનો અનુમાન હતો કે 30 જૂન 2023એ સમાપ્ત થયા ક્વાર્ટરમાં નફો 944.1 કરોડ રૂપિયાની આસપાસ રહેશે.