Get App

GHCL Q3: નફો 61 ટકા ઘટીને 100 કરોડ રૂપિયા રહ્યો, આવક 28 ટકા ઘટી

નફામાં ગયા વર્ષની સરખામણીમાં 61 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એબિટડામાં વર્ષ દર વર્ષના આધાર પર 56 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવક 27 ટકાનો ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 03, 2024 પર 6:11 PM
GHCL Q3: નફો 61 ટકા ઘટીને 100 કરોડ રૂપિયા રહ્યો, આવક 28 ટકા ઘટીGHCL Q3: નફો 61 ટકા ઘટીને 100 કરોડ રૂપિયા રહ્યો, આવક 28 ટકા ઘટી

સોડા એશ બનાવા વાળી કંપની જીએચસીએલએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ શનિવારે રજૂ કર્યા છે. કંપનીએ જાણકારી આપી છે કે તેના સ્ટેન્ડઅલોન નફો ગયા વર્ષના અનુસાર 61 ટકા ઘટ્યો છે. જ્યારે એબિટડામાં વર્ષ દર વર્ષના આધાર પર 56 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવક 27 ટકા ઘટ્યો છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના આધાર પર નફો 30 ટકા, એબિટડા 26 ટકા ઘટ્યો છે જ્યારે આવકમાં મોટો ફેરફાર નહીં જોવા મળ્યો છે.

કેવા રહ્યા ક્વાર્ટર પરિણા

કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી ડિસેમ્બર ક્વાર્ટરનો નફો ગત વર્ષની સરખામણીમાં 254 કરોડ રૂપિયાથી ઘટીને 100 કરોડ રૂપિયા પર આવી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 143 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

જ્યારે EBITDA 372 કરોડ રીપિયાથી ઘટીને 165 કરોડ રૂપિયા પર આવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 224 કરોડ રૂપિયાના સ્તર પર હતો. કંપનીની ક્વાર્ટર આવક 1170 કરોડ રૂપિયાથી ઘટીને 813 કરોડ રૂપિયા રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 817 કરોડ રૂપિયા પર હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો