Go First: રોકડ સંકટનો સામનો કરી રહેલી એરલાઇન કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. ધિરાણકર્તાઓએ એરલાઇન માટે આશરે રૂ. 400 કરોડનું વચગાળાનું ભંડોળ મંજૂર કર્યું છે. આ બાબતથી વાકેફ ત્રણ લોકોએ મનીકંટ્રોલને આ અંગે જાણ કરી છે. લેણદારોની સમિતિએ 24 જૂનની રાત્રે વધારાના ભંડોળને મંજૂરી આપી હતી. લેણદારોની સમિતિમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ડોઇશ બેન્ક અને IDBI બેન્કનો સમાવેશ થાય છે. GoFirst એ ઓપરેશનલ ખર્ચ માટે આ બેન્કોનો સંપર્ક કર્યો હતો જેથી એરલાઇન વહેલી તકે કાર્યરત થઈ શકે.