ગ્લોબલ હેલ્થના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પંકજ સાહનીનું કહેવું છે કે અમારી કંપનીની ઇનકમ 25 ટકા વધી છે. કંપનીના એબિટડા પણ 38 ટકા વધ્યા છે. અમારી કંપનીએ જે નવા હોસ્પિટલ બનાવ્યા અને જેને અમે લૉન્ચ કર્યા છે. તેમાં એબિટડામાં વધારો થતો જોવા મળ્યો છે. વેદાંતાના બે નવા હોસ્પિટલ છે, એક વર્ષમાં જ બન્ને હોસ્પિટલે એબિટા બ્રેક ઈવન પ્રાપ્ત કરી લીધું છે.