L&T Q1 Results: લાર્સન એન્ડ ટુબ્રો (Larsen and Toubro)ના નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં પરિણામની જાહેરાત કરી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 46 ટકા વધીને 2493 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ક્વાર્ટરના પરિણામની સાથે કંપનીના શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપનીએ મહત્તમ 3000 રૂપિયા સુધીના ભાવ પર બાયબેકના નિર્ણયને મંજૂરી આપી છે. આ રીતે શેર બાયબેક પર કુલ 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કંપની પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ પણ ચૂકવશે.