Get App

Mamaearth Q3 results: ડિસેમ્બર ક્વાર્ટરમાં 250 ટકાનો વધ્યો નફો, 3 મહિનામાં શેરે આપ્યું 28 ટકાનું રિટર્ન

Mamaearth Q3 results: ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં હોનાસા કન્ઝ્યુમરની ઑપરેટિંગ આવક વર્ષના આધાર પર 28 ટકા વધીને 488.2 કરોડ રૂપિયા રહ્યો છે. હોનાસા કન્ઝ્યુમરનું માર્કેટ કેપ બીએસઈ પર 13,923.59 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં કંપનીમાં 35.34 ટકા ભાગ પ્રમોટરો પાસે હતો અને 64.66 ટકા ભાગ પબ્લિકની પાસે હતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 10, 2024 પર 11:15 AM
Mamaearth Q3 results: ડિસેમ્બર ક્વાર્ટરમાં 250 ટકાનો વધ્યો નફો, 3 મહિનામાં શેરે આપ્યું 28 ટકાનું રિટર્નMamaearth Q3 results: ડિસેમ્બર ક્વાર્ટરમાં 250 ટકાનો વધ્યો નફો, 3 મહિનામાં શેરે આપ્યું 28 ટકાનું રિટર્ન

Mamaearth Q3 results: સ્કિનકેર પ્રોડક્ટ બનાવા વાળી Mamaearthની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર (Honasa Consumer)ના શેર નવેમ્બર 2023માં શેર બજારમાં લિસ્ટ થયો હતો. બીએસઈના આંકડાના અનુસાર, ગયા 3 મહિનામાં શેર અત્યાર સુધી 28.35 ટકા વધ્યો છે. અવે કંપનીએ તેના ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરના પરિણામ રજૂ કર્યો છે. ક્વાર્ટરના દરમિયાન Honasa Consumerનું કંસોલિડેટેડ બેસિસ પર નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 250 ટકાથી વધીને 26.1 કરોડ રૂપિયા રહ્યા છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનું નેટ પ્રોફિટ 7.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં Honasa Consumerનું ઑપરેટિંગ રેવેન્યૂ વર્ષના આધાર પર 28 ટકા વધીને 488.2 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલા તે 382.2 કરોડ રૂપિયા દર્જ કર્યો હતો. ક્વાર્ટરના આધાર પર કંપનીનું ઑપરેટિંગ રેવેન્યૂ જુલાઈ-સપ્ટેમ્બર 2023ના અનુસાર 2 ટકા અને નેટ પ્રોફટી 12 ટકા ધટ્યો છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં Honasa Consumerને વેચાણમાં 28 ટકાની ગ્રોથ જોવા મળી છે.

324 રૂપિયા પર લિસ્ટ થયો હતો Honasa Consumerના શેર

Honasa Consumerનો આઈપીઓ 31 ઑક્ટોબર- 2 નવેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. આઈપીઓ 7 ગણો સબ્સક્રાઈબ થયો હતો. તેના બાદ 7 નવેમ્બરે કંપની શેર બજારમાં લિસ્ટ થઈ છે. શેર બીએસઈ પર 324 રૂપિયા પર લિસ્ટ થઈ હતી અને રોકાણકારને કોઈ લિસ્ટિંગ ગેન નથી મળી. દિવસના અંતમાં તે 337.15 રૂપિયા પર બંધ થયો છે. 9 ફેબ્રુઆરીને શેરની કિમત બાએસઈ પર 432.75 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ રિતે 7 નવેમ્બરે ક્લોઝિંગ પ્રાઈઝથી અત્યાર સુધી શેરને 28.35 ટકાનું રિટર્ન આપ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો