Get App

આગામી ક્વાર્ટરમાં માર્જિન સુધરવાની આપેક્ષા: પારસ ડિફેન્સ

MoneyControl Newsઅપડેટેડ Jun 22, 2023 પર 1:45 PM
આગામી ક્વાર્ટરમાં માર્જિન સુધરવાની આપેક્ષા: પારસ ડિફેન્સઆગામી ક્વાર્ટરમાં માર્જિન સુધરવાની આપેક્ષા: પારસ ડિફેન્સ

પારસ ડિફેન્સના ટેકનિક્લ ડાયરેક્ટર, અમિત મહાજનનું કહેવું છે કે પ્રાઈવેટ સેક્ટરમાં ઘણી ઓછી કંપનીઓ છે જે મેન્યુફેક્સરિંગ કંપવી છે. જેના કારણે ઘણી ટેકનોલૉજીસ ઈન્ડિયામાં પણ આવી રહી છે. અમારી કંપનીની 500-600 કરોડની ઑર્ડર બુક રહી છે. હાલમાં પણ નાના-મોટા ઑર્ડર મળી રહ્યા છે. પરંતુ પાઈપ લાઈન 1200-1500ની ઉપર ગણી શકો છો. જે તક પારસ જેવી કંપનીની સામે ઘણી છે. જેના કારણે ડોમેસ્ટિક બિઝનેસ ઑલટાઈમ હાઈ છે.

અમિત મહાજને આગળ કહેવું છે કે આગામી ક્વાર્ટરમાં માર્જિન સુધરવાની આપેક્ષા છે. હાલમાં કંપનીની કુલ ઑર્ડર બુક 550-600 કરોડ રૂપિયાની છે. કંપનીની ઑર્ડર બુક પાઈપલાઈન મજબૂત જોવા મળી રહી છે. 16 જૂનના કંપનીને ડિફેન્સ મંત્રાલય પાસેથી 53 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આઈસીએસ માટે ઓપ્ટ્રોનિક પેરીસ્કોપ સપ્લાય માટે ઓર્ડર મળ્યો છે.

અમિત મહાજનના મતે ICS એટલે કે કોન્ટ્રાક્ટ ઈન્ટીગ્રેટેડ કોમ્બેટ સિસ્ટમ થયા છે. કરારને 2 તબક્કામાં એક્ઝિક્યુટ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024માં પાર્ટ ડિલિવરી કરવામાં આવશે. બાકીની ડિલિવરી નાણાકીય વર્ષ 2025 અથવા તેની પહેલા કરવામાં આવશે. 1 જૂને કંપનીએ CONTROP સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે. CONTROP પ્રિસિઝન ટેક્નોલોજી સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે.

અમિત મહાજનના અનુસાર મેક ઈન ઈન્ડિયા પહેલને અનુરૂપ ઈલેક્ટ્રો - ઓપ્ટિક, ઈન્ફ્રા - રેડ ફીલ્ડમાં વેચાણ અને મેન્યુફેક્ચરિંગ માટે જોઈન્ટ વેન્ચર કર્યા છે. જોઈન્ટ વેન્ચરમાં 30 ટકા હિસ્સો પારસ ફિફેન્સ ધરાવે છે. બાકી 70 ટકા હિસ્સો CONTROP ધરાવે છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો