M&M Q3 Results: ઑટો સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નાણાકીય વર્ષ 2024ના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ આ શેરમાં ઘટાડો વધતો જોવા મળ્યો છે. પરિણામો જાહેર થયાના થોડા સમય પછી, બપોરે 2 વાગ્યે આ સ્ટૉક 0.8 ટકાના ઘટાડા સાથે 1632 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કારોબાર કરતો જોવા મળ્યો છે. કંપનીના પરિણામો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણી સારા રહ્યા છે.