Get App

October Auto sales: બજાજ ઓટોના વેચાણમાં 19%નો વધારો, અસ્કૉર્ટ્સ કુબોટાનું વેચાણ ઘટ્યુ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોએ ઓક્ટોબર 2023 માં 80,679 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022 માં કંપનીએ 61,114 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 01, 2023 પર 3:08 PM
October Auto sales: બજાજ ઓટોના વેચાણમાં 19%નો વધારો, અસ્કૉર્ટ્સ કુબોટાનું વેચાણ ઘટ્યુOctober Auto sales: બજાજ ઓટોના વેચાણમાં 19%નો વધારો, અસ્કૉર્ટ્સ કુબોટાનું વેચાણ ઘટ્યુ
October Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના ઓક્ટબર મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે.

October Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના ઓક્ટબર મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે. ઓટો દિગ્ગજ બજાજ ઑટો (Bajaj Auto) એ ઓક્ટોબર 2023 માં વધીને 4.71 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022માં કંપનીએ 3.95 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓક્ટોબર મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 4.17 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.

ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 36 ટકા વધીને 3.29 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 2.42 લાખ યુનિટ રહ્યો હતો. ઓક્ટબર મહિનામાં નિકાસ નબળી રહી છે કારણ કે તે વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને 1.41 લાખ યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 1.52 લાખ રહ્યા હતા.

ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોનું ટુ-વ્હીલર વેચાણ પણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 4.08 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 3.41 લાખ યુનિટ રહ્યો હતો. ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોના કોમર્શિયલ વ્હિકલ વેચાણ પણ વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 63,044 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 53,335 યુનિટ રહ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો