Get App

Patanjali Foods Q4 નો નફો 13% વધ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત

Patanjali Foods Share Price: માર્ચ ક્વાર્ટરમાં કુલ રેવેન્યૂ 18.15 ટકા વધીને 7,872.92 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષ આ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્ઝના કુલ રેવેન્યૂ 6663.73 કરોડ રૂપિયો હતો.

MoneyControl Newsઅપડેટેડ May 31, 2023 પર 10:35 AM
Patanjali Foods Q4 નો નફો 13% વધ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાતPatanjali Foods Q4 નો નફો 13% વધ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત
પતંજલિ ફૂડ્ઝના બોર્ડે નાણાકીય વર્ષ 2023 માટે 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Patanjali Foods: પતંજલિ ફૂડ્ઝે 30 મે ના માર્ચ ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા હતા. કંપનીના નેટ પ્રૉફિટ માર્ચ ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષના આધાર પર 12.49 ટકા વધીને 263.71 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રૉફિટ 234.43 કરોડ રૂપિયા હતો.

માર્ચ ક્વાર્ટરમાં કુલ રેવેન્યૂ 18.15 ટકા વધીને 7,872.92 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્ઝના કુલ રેવેન્યૂ 6663.73 કરોડ રૂપિયા હતો.

પતંજલિ ગ્રુપના FMCG બિઝનેસની રેવેન્યૂ ગ્રોથ જોરદાર રહી છે. માર્ચ 2023 ક્વાર્ટર FMCG બિઝનેસના રેવેન્યૂ 6218.8 કરોડ રૂપિયા રહ્યા જે ફિસ્કલ વર્ષ 2022 માં 1683.24 કરોડ રૂપિયા હતા. ગ્રુપના કુલ રેવેન્યૂમાં FMCG બિઝનેસની ભાગીદારી FY2022 માં 6.95 ટકા હતી જે માર્ચ 2023 માં વધીને 19.72 ટકા થઈ ગઈ છે.

Patanjali Foods ના EBITDA નાણાકીય વર્ષ 2023 માં 1136.60 કરોડ રૂપિયા રહ્યા. જે નાણાકીય વર્ષ 2022 માં ફક્ત 189.04 કરોડ રૂપિયા હતા. કુલ EBITDA માં FMCG બિઝનેસની ભાગીદારી 72 ટકા રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો