ડિસેમ્બર ક્વાર્ટરમાં પેટીએમ (Paytm)ની ખોટ ઘટીને 221.7 કરોડ રૂપિયા પર રહી છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક વધીને 2,850 કરોડ રૂપિયા પર રહી છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પેટીએમની આવકમાં વર્ષના આધાર પર 38 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીની આવકમાં વધારાની મુખ્ય કારણ પેમેન્ટ બિઝનેસમાં મજબૂતી રહી છે.