REC Q3 Earnings : કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફા અને વ્યાજની આવકમાં વધારો જોવા મળ્યો છે. કંપનીએ કહ્યું કે ફાઇનાન્સ કૉસ્ટમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે, ક્વાર્ટરના આધાર પર કંપનીના ગ્રૉસ એનપીએ અને નેટ એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે. 22 જાન્યુઆરી (મંગળવાર)એ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.